પ્રિન્સ વિલિયમ અને હેરી વચ્ચે સુલેહ કરાવવા પ્રિન્સેસ કેટના પ્રયાસ

Tuesday 01st October 2024 11:33 EDT
 
 

લંડનઃ બે ભાઇઓ વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ પૂરવા માટે ભાભી પ્રયાસરત બન્યાં છે. પ્રિન્સ હેરીના જન્મદિવસે પરિવાર તરફથી શુભેચ્છા પાઠવવા પાછળ પ્રિન્સેસ કેટનું યોગદાન મહત્વનું હતું. સૂત્રના જણાવ્યા અનુસાર પ્રિન્સેસ કેટ ઘણું મોડું થઇ જાય તે પહેલાં પ્રિન્સ હેરી અને રાજવી પરિવાર વચ્ચે સુલેહ કરાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.

પ્રિન્સેસ કેટે પતિ પ્રિન્સ વિલિયમને જણાવ્યું હતું કે, આપણે વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવું જોઇએ કે આપણા માટે પ્રેમ અને પરિવાર અગ્રીમ અને મૂલ્યોના કેન્દ્રસ્થાને છે. પ્રિન્સેસ કેટે પ્રિન્સ હેરીને જન્મદિવસ પર ફોન કોલ કરીને ભેટ પણ મોકલાવી હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter