લંડનઃપ્રિન્સ વિલિયમે વિશ્વના સૌથી સેક્સી ટાલિયા પુરુષનું ટાઇટલ હોલિવૂડની સેલિબ્રિટીઓને પછડાટ આપતાં જાળવી રાખ્યું છે. વિશ્વના સૌથી સેક્સી ટાલિયા પુરુષની વર્ષ 2024ની યાદીમાં 42 વર્ષીય પ્રિન્સને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. આ યાદીમાં બીજુ સ્થાન એક્ટર વેઇન જ્હોન્સન (ધ રોક)ને પ્રાપ્ત થયું છે. ત્રીજા સ્થાને પૂર્વ બાસ્કેટબોલ સ્ટાર શકિલ ઓનિલ રહ્યાં હતાં. આ સરવે રિબૂટ સર્જ માર્કેટિંગ એક્સપર્ટ્સ દ્વારા કરાયો હતો.
સરવે અનુસાર પ્રિન્સ વિલિયમ હજુ પણ સેક્સ અપીલ ધરાવે છે. ચોથા સ્થાને સર્ફર કેલી સ્લેટર, પાંચમા સ્થાને કોમેડિયન ટેરી ક્રુસ અને છઠ્ઠા સ્થાને એક્ટર ડેની ડિવિટો રહ્યાં હતાં. સાતમા સ્થાને સેમ્યુઅલ જેકસન, આઠમા સ્થાને ફ્રેન્ચ સોકર પ્લેયર થિયરીહેનરી, નવમા સ્થાને સ્ટેન્લી ટુસ્સી અને દસમા સ્થાને વિન ડીઝલ રહ્યાં હતાં.
વિશ્વના ટોપ 10 સેક્સી ટાલિયા પુરુષ
- પ્રિન્સ વિલિયમ
- વેઇન જ્હોન્સન (ધ રોક)
- શકિલ ઓનિલ
- કેલી સ્લેટર
- ટેરી ક્રુસ
- ડેની ડિવિટો
- સેમ્યુઅલ જેકસન
- થિયરી હેનરી
- સ્ટેન્લી ટુસ્સી
- વિન ડીઝલ