લંડનઃ લોસ એન્જલસના દાવાનળથી અસરગ્રસ્ત બનેલા મિત્રો અને નિકટના સંબંધીઓ માટે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સે તેમના 29 મિલિયન ડોલરના મોન્ટેસિટો મેન્શનના દ્વાર ખુલ્લાં મૂકી દીધાં છે. પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલે દાવાનળથી જેમને નુકસાન થયું નથી તેવા લોકોને પીડિતોને આશ્રય આપવાની અપીલ પણ કરી છે.
પ્રિન્સ હેરી અને મેઘનનું નિવાસસ્થાન લોસ એન્જલસથી 90 માઇલ દૂર સાન્તા બાર્બરા એન્કલેવમાં આવેલું છે. આ વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવાયું નથી. જોકે તેમના ઘરમાંથી વીજળી ગૂલ થાય તેવી સંભાવના છે. તેમણે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, જો તમે તમારા ઘરમાં પીડિત લોકો અને પાલતુ પ્રાણીઓને આશ્રય આપી શકો છો તો તેમ જરૂર કરો. વૃદ્ધો અને વિકલાંગોને જરૂર હોય તો તેમને મદદ જરૂર પહોંચાડો.