લંડનઃ ઇજાગ્રસ્ત સૈનિકો મધ્યે કામગીરીના ભાગરૂપે પ્રિન્સ હેરી યુક્રેનની સરપ્રાઇઝ મુલાકાતે પહોંચી ગયાં હતા. પ્રિન્સ હેરીએ સુપરહ્યુમન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. લ્વીવ ખાતેના આ ઓર્થોપેડિક ક્લિનિકમાં ઇજાગ્રસ્ત સૈનિકો અને નાગરિકોને સારવાર આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સ હેરી બ્રિટિશ સેનામાં એક દાયકો સેવા આપી ચૂક્યાં છે.