લંડનઃ 1 જુલાઇના સોમવારે ફરી એકવાર લશ્કરી ઘોડાઓ સેન્ટ્રલ લંડનની સડકો પર બેફામ થઇને દોડ્યાં હતાં. એપ્રિલથી જૂનના અંત સુધીમાં આ પ્રકારની બીજી ઘટના છે. સોમવારે સવારે હાઉસહોલ્ડ કેવેલરી માઉન્ટેડ રેજિમેન્ટના સૈનિકો 6 ઘોડા સાથે કવાયત કરી રહ્યાં હતાં ત્યારે તેમાંના 3 તેમના સવારોના હાથમાંથી છટકીને લંડનની સડકો પર દોડવા લાગ્યા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ત્રણે ઘોડાને સુરક્ષિત રીતે ઝડપી લઇ હાઇડ પાર્ક બેરેકમાં પહોંચાડી દેવાયાં હતાં. 24 એપ્રિલે બેલગ્રેવિયામાં એક બિલ્ડિંગ સાઇટમાંથી આવેલા અવાજના કારણે સેનાના 4 ઘોડા ભડકીને લંડનની સડકો પર ભયજનક રીતે દોડ્યાં હતાં. જેમાં એક ઘોડાને ગંભીર ઇજાઓ પણ થઇ હતી.