લંડનઃ રેસિઝમ વિરોધી એક્ટિવિસ્ટની બૂક ઇવેન્ટ્સ ફાર રાઇટ હિંસાની ધમકીઓને પગલે રદ કરાતાં ફ્રીડમ ઓફ સ્પીચ સંગઠનોએ ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. હોપ નોટ હેટ ગ્રુપના કર્મચારી દ્વારા લિખિત પુસ્તકના પ્રચાર માટે આયોજિત કાર્યક્રમો રદ કરાયા છે.
હનીફ કુરેશી, બિલી બ્રેગ અને અન્ય ફ્રીડમ ઓફ સ્પીચ સંગઠનોએ ફાર રાઇટ હિંસાની ધમકીઓને પગલે પુસ્તકના પ્રચાર માટેના કાર્યક્રમો રદ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. રેસિઝમ અને અન્ય સંઘર્ષો સામેની લડાઇમાં સંગીતની ભુમિકા પર જો મુલહોલ દ્વારા લિખિત રેબેલ સાઉન્ડ્સ નામના પુસ્તકના પ્રચાર માટે ઇસ્ટ લંડનમાં આયોજિત કાર્યક્રમને તાજેતરમાં જ રદ કરી દેવાયો હતો.
છેલ્લા કેટલાક સપ્તાહમાં બૂક શોપ્સ અને પબ્સ ખાતે આયોજિત સંખ્યાબંધ કાર્યક્રમ રદ કરાયાં છે. ગયા મહિને ફાર રાઇટ્સ પરની ડોક્યુમેન્ટરી પ્રદર્શિત નહીં કરવાનો નિર્ણય બીએફઆઇ લંડન ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા લેવાયો હતો.
જો મુલહાલ કહે છે કે દુઃખ સાથે એવું લાગી રહ્યું છે કે આપણે પછાત બની રહ્યાં છીએ. અમારે ફાર રાઇટ ધમકીઓને કારણે ગુપ્તમાં મળવું પડે છે.