લંડનઃ પાર્ટીએ ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધાં બાદ ચિંગફોર્ડ એન્ડ વૂડફોર્ડ ગ્રીનના પૂર્વ લેબર ઉમેદવાર ફૈઝા શાહીને લેબર પાર્ટી સાથે છેડો ફાડી ઇસ્ટ લંડનની આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લડવાની જાહેરાત કરી છે. એન્ટીસેમેટિઝમ પરની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટને લાઇક કરવા માટે લેબર પાર્ટીએ શાહીનને ઉમેદવાર બનાવવાનો ઇનકાર કરી દીધો હતો. શાહીને જણાવ્યું હતું કે, મારા સમુદાયના લોકોના સેંકડો મેસેજ બાદ મેં અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય લીધો છે. તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીથી તો નારાજ છે જ પરંતુ હવે લેબર પાર્ટી પર પણ વિશ્વાસ કરતાં નથી. મને સમર્થન આપનાર અને મારામાં વિશ્વાસ મૂકનાર મારા સમુદાયનો અવાજ બનવા હું આ ઉમેદવારી કરી રહી છું.