બજેટ ૨૦૧૬- એક ઉડતી નજર

Thursday 17th March 2016 08:03 EDT
 
 

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને ૨૦૧૭-૧૮ના વર્ષ માટેનું બજેટ ૧૬ માર્ચે રજૂ કર્યું હતું. આ બજેટમાં સોફ્ટ ડ્રિન્ક્સ પર સુગર ટેક્સના આશ્ચર્યજનક પગલા અને કરરાહતો સહિત કેટલીક મહત્ત્વની દરખાસ્તો આ મુજબની હતી.

• ૨૦૧૮-૧૯થી સોફ્ટ ડ્રિન્ક્સ ઈન્ડસ્ટ્રી પર સુગર ટેક્સ લદાશે. આ લેવીથી ૫૨૦ મિલિયન પાઉન્ડ મળશે, જેનાથી પ્રાઈમરી શાળાઓમાં સ્પોર્ટ્સને ઉત્તેજન

• ૪૦ વર્ષથી ઓછી વયની વ્યક્તિને નિવૃત્તિ અથવા હાઉસિંગ માટે બચતને પ્રોત્સાહન આપવા લાઈફટાઈમ ISA

• વાર્ષિક ISA૧૫,૨૪૦ પાઉન્ડથી વધારી ૨૦,૦૦૦ પાઉન્ડ કરાશે

• જાહેર સેક્ટરમાં પબ્લિક સર્વિસ કંપનીઓનો અંત

• પર્સનલ એલાવન્સમાં વધારો, જે વર્તમાન ૧૧,૦૦૦ પાઉન્ડથી વધી ૧૧,૫૦૦ પાઉન્ડ થશે

• આગામી વર્ષથી ૪૦Pની કરમર્યાદા વધીને ૪૫,૦૦૦ પાઉન્ડ થશે, જેનાથી પાંચ લાખ મધ્યમવર્ગીય કમાનારને ૪૦૦ પાઉન્ડની કરરાહત મળશે. અત્યારે ૪૨,૩૮૫ પાઉન્ડથી વધુ આવકને ૪૦Pના ધોરણે ટેક્સ લાગે છે

• ડિસેબિલિટી લિવિંગ એલાવન્સમાં ૧.૨ બિલિયન પાઉન્ડનો કાપ

• NHS તથા અન્યત્ર ૨ બિલિયન પાઉન્ડનો કાપ મૂકી પેન્શન ખર્ચમાં ભંડોળ વધારાશે

• ૨૦૨૦ સુધીમાં વધુ ૩.૫ બિલિયન પાઉન્ડનો કાપ મૂકાશે, જેની વિગતો અપાઈ નથી

• ઈન્સ્યુરન્સ પ્રીમિયમ ટેક્સમાં વધારો, જેનાથી બે કાર, પાલતુ પ્રાણી અને મેડિકલ ઈન્સ્યુરન્સ ધરાવતા મકાનમાલિક પરિવારને વાર્ષિક ૧૦૦ પાઉન્ડનો બોજો વધશે. આ રીતે એકત્ર કરાયેલા નાણા નવા પૂરરક્ષણ કાર્યમાં વપરાશે

• ફ્યુલ ડ્યુટી વધુ એક વર્ષ માટે સ્થગિત. પેટ્રોલ અને બીઅર પર ડ્યુટીમાં વધારો નહિ, પરંતુ સિગારેટ પરની ડ્યુટી ઈન્ફ્લેશનથી ઉપર જશે

• મલ્ટિનેશનલ કંપનીઓ દ્વારા ટેક્સ ટાળવા વિરુદ્ધના પગલાંથી ૯ બિલિયન પાઉન્ડ મેળવાશે, જેમાંથી ૭ બિલિયન પાઉન્ડ નાની પેઢીઓને પરત ફાળવાશે

• નાની ૬૦૦,૦૦૦ ફર્મ્સ બિઝનેસ રેટ્સની બહાર મૂકાઈ

• ૨૦૨૦ સુધીમાં કોર્પોરેશન ટેક્સ ઘટાડીને ૧૭ ટકા સુધી લવાશે

• ૧૨ બિલિયન પાઉન્ડ્સના ટેક્સ એવોઈડન્સ છીંડા બંધ કરી દેવાશે

• ઈન્કમ ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સ ટાળવા જે વ્યક્તિઓને કંપનીઓ દ્વારા ચુકવણી કરાય છે, તેઓ ‘પેક્સમેન’ લૂપહોલ (છીંડુ) બંધ કરાતા લાભ ગુમાવશે

• કેપિટલ ગેઈન્સ ટેક્સમાં શેર્સ માટે રાહત મળશે, બીજા ઘર માટે નહિ રાહત નહિ

• કેપિટલ ગેઈન્સ ટેક્સ હેડલાઈન રેટ ૨૮ ટકાથી ઘટી ૨૦ ટકા કરાયો. અનલિસ્ટેડ કંપનીઓમાં લાંબા ગાળાના રોકાણ સંબંધે નવો ૧૦ ટકાનો CGT દર આવશે

• પ્રથમ વખતનું ઘર ખરીદનારા માટે ૩૦,૦૦૦ ‘સ્ટાર્ટર હોમ્સ’નું નિર્માણ શક્ય બનાવવા બ્રાઉનફિલ્ડ સાઈટ્સ માટે ૧.૨ બિલિયન પાઉન્ડનું ભંડોળ

• વર્તમાન નગરો અને શહેરોમાં ૫,૦૦૦ ઘર સુધી વિસ્તરણ માટે ગાર્ડન સબર્બને પરવાનગી અપાશે

• ઓછી કમાણી કરનારાઓ ચાર વર્ષ સુધી માસિક ૫૦ પાઉન્ડની બચત કરે તો તેમને ૧,૨૦૦ પાઉન્ડ અપાશે

• ૫૦ વર્ષની વય સુધી તમારી દર ૪૦૦૦ પાઉન્ડની બચત સામે સરકાર તમને ૧૦૦૦ પાઉન્ડ બોનસમાં આપશે

• ૨૫,૦૦૦ સંઘર્ષરત તરુણોનાં જીવન પરિવર્તન માટે નેશનલ મેન્ટરિંગ સ્કીમને ૧૪ મિલિયન પાઉન્ડની ફાળવણી

• નવી શાળાઓ માટે ૧.૫ બિલિયન પાઉન્ડનું ભંડોળ. સરકાર સંચાલિત સ્કૂલ્સ ૨૦૨૨ સુધીમાં એકેડેમીઝમાં બદલાશે. શાળાનો સમય એક કલાક લંબાવાશે

• ક્રોસરેઈલ-ટુ પાછળ ૮૦ મિલિયન પાઉન્ડ ખર્ચાશે. લંડનમાં ઉત્તર-દક્ષિણ નવી રેલવે લાઈન નાખવાની જાહેરાત

• હાઈ સ્પીડ ૩ માટે ૬૦ મિલિયન પાઉન્ડ ખર્ચાશે, જે લીડ્ઝ અને માન્ચેસ્ટરને સાંકળશે

• શેફિલ્ડ અને માન્ચેસ્ટર વચ્ચે ૧૮ માઈલના ટ્રાન્સ-પેનીન રોડ ટનલનો વિકલ્પ વિચારવા ૭૫ મિલિયન પાઉન્ડ ખર્ચાશે

• સ્કોટલેન્ડના ઓઈલ અને ગેસ ફિલ્ડ્સ માટે કરરાહત

• આર્થિક વૃદ્ધિ મંદ થયાં પછી સમગ્રતયા જાહેર ખર્ચમાં ૪ બિલિયન પાઉન્ડનો કાપ મૂકાયો

• ઋણ લક્ષ્યાંકો પાર પડ્યાં નથી, પરંતુ પબ્લિક ફાઈનાન્સીસ ૨૦૧૯-૨૦ સુધીમાં સરપ્લસ બનશે

• બ્રિટિશ મોટરમાર્ગો પર ડ્રાઈવરલેસ કાર અને લોરીઝની ટ્રાયલ્સ માટે સપોર્ટ

• ઓનલાઈન સ્ટાર્ટ-અપ્સ ટેક્સ ફ્રી એલાવન્સ. ‘ઓડ જોબ ઈકોનોમી’ને સપોર્ટ કરવા નવું ટેક્સ એલાવન્સ, આ નિયમો હેઠળ ટેક્સ સત્તાવાળાને જાહેર કર્યા વિના ૨,૦૦૦ પાઉન્ડની કમાણી કરી શકાશે

• વોર પેન્શન્સ માટે નવી સુરક્ષા

• આંતરરાષ્ટ્રીય સહાયમાં ૬૫૦ મિલિયન પાઉન્ડનો કાપ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter