બર્મિંગહામઃ BAPSચેરિટીઝ દ્વારા બર્મિંગહામના હોલ ગ્રીન શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર, ૨૬ જુલાઈએ ઈન્ટરએક્ટિવ કોમ્યુનિટી હેલ્થ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય મેળામાં બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલ, ડાયાબીટીસ, હૃદયરોગ, કેન્સર, વૃદ્ધાવસ્થામાં આરોગ્ય, લાઈફ સપોર્ટ ટ્રેનિંગ સહિત મહત્ત્વપૂર્ણ આરોગ્યવિષયક જાગૃતિ અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવશે.
વિવિધ ચેરિટીના નિષ્ણાતો દ્વારા પારસ્પરિક સત્રો, ટુંકા સેમિનારો અને માહિતી સ્ટોલ્સનું સંચાલન કરવામાં આવશે. પારસ્પરિક સત્રો અને કાર્યોમાં બ્લડ પ્રેશર સ્ક્રીનિંગ, બોડી ફેટ અને ગ્લુકોઝ સ્ક્રીનિંગ, આહાર અને ઔષધો વિશે સલાહ, બાળકો માટે આરોગ્ય જાગૃતિ અને પ્રવૃત્તિઓ સહિત બાબતોનો સમાવેશ થાય છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન, એન્થોની નોલાન ટ્રસ્ટ, બોવેલ કેન્સર યુકે, હેલ્થ એક્સચેન્જ સહિતની સંસ્થા અને ચેરિટીઝના સહયોગમાં માહિતી અને માર્ગદર્શન સ્ટોલ્સ કાર્ય કરશે.
૭૫, પિટમેસ્ટન રોડ, હોલ ગ્રીન, બર્મિંગહામ, B28 9PP સ્થિત BAPSશ્રી સ્વામીનારાયણ મંદિરમાં બપોરના ૧થી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલનારા નિઃશુલ્ક ઈવેન્ટમાં નામ નોંધાવવા http://www.bapscharities.org/uk/birmingham-uk/community-health-fair વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.