નોર્થ યોકર્શાયરના સ્કીપ્ટન નજીક આવેલા ક્રેકો ખાતે રહેતા અૌડ્રે હેમન્ડ નામના ૯૨ વર્ષના વૃધ્ધ વિધવાના ઘરમાં કેરર તરીકે ઘુસી ગયેલ મહિલા અને તેની અન્ય સાગરીતોએ આશરે ૫ લાખ પાઉન્ડની ચોરી કરી હોવાની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. પાર્કિન્સનની બીમારીથી પીડાતા શ્રીમતી હેમન્ડના ગ્રેડ-ટુ લીસ્ટેડ મકાનમાં એક પછી એક સાત મહિલાઅો ઘુસી ગઇ હતી અને બર્ગરનો વેપાર ચાલુ કરી દીધો હોવાનો તેમના પર આરોપ છે.
વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડની વેન્ડી બેલ (૫૬), તેની દિકરી લીસા (૩૦) અને હેલન બેન્ક્સ (૪૨)એ પોતાના પર મુકાયેલા આરોપને નકારી કાઢ્યા છે. જ્યારે એમન્ડા કેરલ (૪૪) એલીસ બાર્કર (૫૯), લિંડા મેનોટ (૬૦) અને કેરન ગીલ્બર્ટે ગુનામાં સાથ આપ્યો હોવાની કબુલાત કરી હતી. સાતેય મહિલાઅો સામે આરોપ છે કે તેમણે ૨૦૧૦-૧૨ દરમિયાન શ્રીમતી હેમન્ડના પેન્શન અને બચતના નાણાંની ચોરી કરી હતી. આપણા વડિલોને પણ આવા છેતરપીંડી અને ઠગાઇથી સાવચેત રહેવા વિનંતી છે.