બર્મિંગહામઃ કન્વીનિઅન્સ સ્ટોર્સના ૪૭ વર્ષીય માલિક એક્લામુર રહેમાનને બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા £૪૦૬૨નો દંડ અને કોર્ટખર્ચ ચુકવવા આદેશ કરાયો છે. રહેમાને ખાદ્યસુરક્ષા અને સ્વચ્છતા નિયમોનો ભંગ કર્યો હતો. રહેમાન બર્મિંગહામમાં બાંગલા ફૂડ સર્વિસીસ સ્ટોર ચલાવે છે.
સ્ટોરમાં ઉંદરની લીંડી અને મૂત્રના કારણે ચેપ લાગવાનો ભય જણાતાં રહેમાનને નોટિસો અપાઈ હતી, જેનું પાલન નહિ કરાતાં કોર્ટે શોપ બંધ કરવા આદેશ કર્યો હતો. આ પછી શોપને ખોલવા દેવાઈ હતી, પરંતુ આરોગ્ય અધિકારીઓ દ્વારા ફેરતપાસમાં શોપમાં સ્ટોર રુમ સહિત તમામ સ્થળોએ ઉંદરની લીંડીઓ જણાઈ હતી. કોર્ટે £૧,૩૭૬નો દંડ, £૨,૬૭૧નો કોર્ટખર્ચ અને £૧૫ વિક્ટિમ સરચાર્જ ચુકવવા રહેમાનને આદેશ કર્યો હતો.