બર્મિંગહામઃ ‘ધ જનરલ’ નામથી ઓળખાતા ટેક્સ ફ્રોડ મોહમ્મદ સુલેમાન ખાને ૨.૨ મિલિયન પાઉન્ડ સરકારને પરત કરવાનો ઈનકાર કરતા બર્મિંગહામ મેજિસ્ટ્રેટ્સ કોર્ટે તેને વધુ ૧૦ વર્ષ જેલની સજા ફરમાવી હતી.
પોલીસે તેના મોસેલેના નિવાસે દરોડા પાડ્યા પછી તેનું નવ વર્ષનું કૌભાંડ બહાર આવ્યું હતું. પાકિસ્તાનમાં પોતાના માટે લાઈબ્રેરી અને સિનેમા સાથે ૨.૩ મિલિયન પાઉન્ડનો ‘બકિંગહામ પેલેસ’ બનાવવાની યોજના પણ પોલીસને જાણવા મળી હતી. ૪૩ વર્ષના મોહમ્મદને ૪૫૦,૦૦૦ પાઉન્ડની ટેક્સ ગેરરીતિના ગુનામાં એપ્રિલ ૨૦૧૪માં ચાર વર્ષની સજા કરાઈ હતી. ખાન સામે ગુનાની આવક અંગે સુનાવણી પણ થઈ હતી અને ગયા વર્ષે ૨,૨૦૯,૦૯૦ પાઉન્ડ છ મહિનામાં પરત ચુકવવા અથવા ૧૦ વર્ષની કેદનો આદેશ કરાયો હતો.