સરકારી પ્રોસિક્યુટરોએ આ કેસમાં આગળ વધવાનું નકારતા યુવતીએ ક્રિમિનલ ફરિયાદ દાખલ કરી હતી. ડેઈલી ટેલીગ્રાફ દ્વારા ૨૦૧૨માં ડો. રાજમોહનને અજન્મા બાળક છોકરી હોવાનું જણાયા પછી ગર્ભપાતની ઓફર કર્યાની ઘટનાનું ફિલ્મિંગ કરાયું હતું. ૧૮૬૧ના ગર્ભપાતવિરોધી કાયદા હેઠળ આ કેસ લાવવામાં આવ્યો છે. જાતિપરીક્ષણના આધારે ગર્ભપાત સંબંધે સ્પષ્ટ કાયદો પાર્લામેન્ટમાં ઘડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. વ્યાપક પ્રજાકીય બહાલી હોવાં છતાં સરકારે આ પગલાંને ટેકો આપવાનું નકાર્યું છે.