બર્મિંગહામઃ પહેલી સપ્ટેમ્બરે સાંજના પાંચ વાગ્યાના સુમારે બર્મિંગહામના હેન્ડ્સવર્થમાં સોહો રોડ પરની પાહલ્‘સ જ્વેલરી શોપ પર બુકાનીબંધ લૂંટારું ત્રાટક્યા હતા. સીસીટીવી ફૂટેજ અનુસાર આ લૂંટારું સ્લેજહેમર અને ચાકુથી સજ્જ હતા. ઘટનાને નજરે નિહાળનારા સાક્ષીઓ અને ફૂટેજ મુજબ લૂંટારુંએ સ્ટોરમાં સ્મોક ગ્રેનેડ ફેંક્યો હતો.
ધૂમાડો બેસી જતા એક માણસે સ્ટીલ શટર ખોલ્યું હતું અને બીજા લૂંટારું પ્રીમાઈસીસમાં પ્રવેશ્યા હતા. તેણે મોટી સંખ્યામાં જ્વેલરીની લૂંટ ચલાવી હતી. જ્વેલરી લૂંટ્યા પછી તેઓ બ્લેક મર્સીડીસ કાર તરફ જતા જણાયા હતા. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે લોકોને માહિતી આપવા અપીલ કરી છે. ડિટેક્ટિવ ઈન્સ્પેક્ટર ડેવ સેન્ડર્સે જણાવ્યું હતું કે આ સુનિયોજિત લૂંટ છે.