તેનું વેતન ઓછું હોવા છતાં તે £૧૭૦,૦૦૦ની કિંમતની ફેરારી કાર લઈને નોકરીએ આવતો હતો. આ પછી તેની સામે તપાસ ચાલુ થઈ હતી. ઈકબાલ બર્મિંગહામ પોલીસમાં ફરજ દરમિયાન પોતાના મિત્રોને મદદ કરવા પોલીસ સિસ્ટમની ગુપ્ત માહિતીનો ગેરકાયદે ઉપયોગ કરવાના આરોપનો સામનો કરી રહેલ છે. ૧૦ લાખ પાઉન્ડથી વધુ મૂલ્યના સેક્સ અને ડ્રગ્સ રેકેટ ચલાવવાની ભૂમિકા બદલ ઈકબાલને સપ્ટેમ્બરમાં સાત વર્ષ અને બે મહિના જેલની સજા થયેલી છે. ઈકબાલે ધાર્મિક નેતા નહિમ અજમલના કહેવાથી તેના મિત્ર સજાદ ખાન માટે ગુપ્ત માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. ગુનાનો ઈનકાર કરનારા નહિમ અને સજાદને નવમી ફેબ્રુઆરીએ સજા જાહેર કરાશે.