પ્રાઈમરી શાળાઓમાં રંગભેદના લીધે બાળકોનો બહિષ્કાર ૪૦ ટકા વધ્યો

Thursday 16th January 2020 01:51 EST
 
 

લંડનઃ ઈંગ્લેન્ડમાં પ્રાઈમરી શાળાઓમાંથી રંગભેદના કારણે બાળકોના બહિષ્કારનું પ્રમાણ એક દાયકામાં ૪૦ ટકાથી પણ વધ્યું છે, જેમાં નોર્થ વેસ્ટમાં ૨૦૦૬-૦૭ની સરખામણીએ રંગભેદી બહિષ્કારનું સૌથી વધુ પ્રમાણ નોંધાયું છે.

બીબીસી ન્યૂઝના વિશ્લેષક આંકડાઓ જણાવે છે કેઃ

• શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮માં રંગભેદના લીધે પ્રાઈમરી સ્કૂલ્સમાંથી ૪૯૬ હંગામી બહિષ્કાર થયા હતા.

• ૨૦૦૬-૦૭માં ૩૫૦ બહિષ્કાર હતા, જેમાં ૪૦ ટકાનો વધારો

• નોર્થ વેસ્ટમાં ૨૦૦૬-૦૭માં ૩૬ બહિષ્કાર હતા, જેની સરખામણીએ ૨૦૧૭-૧૮માં ૭૬ બહિષ્કાર

• આ જ સમયગાળામાં ઈંગ્લેન્ડની તમામ શાળાઓમાં રંગભેદમાં બહિષ્કારની સંખ્યા ઘટી હતી.

લિવરપૂલમાં લોરેન્સ કોમ્યુનિટી પ્રાઈમરી સ્કૂલમાં ખાસ બેઠક સમક્ષ જ્હોન ઓયુએ કહ્યું હતું કે,‘આ અલગ હોવાને સ્વીકારવાની વાત છે.’ તેઓ ૨૦૦૫માં હુયટોનના બાળકની રંગભેદપ્રેરિત હત્યા પછી વૈવિધ્યતા અને સમાવેશીતા અભિયાન માટે સ્થપાયેલાં એન્થોની વોકર ફાઉન્ડેશન માટે કામ કરે છે. સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ વચ્ચે ચિંતાજનક વાતચીતો સાંભલી લેવાયાના પગલે શાળાએ ચેરિટીનો સંપર્ક કર્યો હતો. શાળાના ડેપ્યુટી હેડ લિસા ફ્લેનેગાન કહે છે કે,‘ ઘણા બાળકો વિવિધ દેશોમાંથી આવે છે ત્યારે ‘તમારા દેશમાં પાછાં જાવ’ જેવી વાતો થાય છે. બાળકો કોઈની ત્વચાના રંગ વિશે વાતો કરતાં હોવાનું પણ અમે સાંભળ્યું છે. ઘણાં કિસ્સામાં પોતાની માન્યતાઓ સાથે છેતરપીંડી થવાની માન્યતાથી વિદ્યાર્થીઓ અન્ય ધર્મો વિશે શીખવા ઈનકાર કરે છે.

રેસ-ઈક્વલિટી થિન્ક ટેન્ક રનીમીડ ટ્રસ્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. ઝુબૈદા હક કહે છે કે શાળાઓમાં રેસિઝમ વર્ગખંડની બહારના વલણોનું પ્રતિબિંબ પાડે છે. આથી સમાજમાં હેટ ક્રાઈમ, ધર્માંધતા અથવા શાળાની બહાર ધાકધમકી હોય, અખબારો અને રાજકારણીઓના વર્ણનોમાં રેસિઝમ હોય ત્યારે તે ઝડપથી બાળકોની નજરમાં આવી જાય છે. આપણે સમજવું જોઈએ કે શાળાઓ સમાજનું નાનું પ્રતીક છે.’

જ્હોન ઓયુ કહે છે કે ‘રંગભેદ અને ભેદભાવની સમસ્યા સમગ્ર સમાજને અસર કરે છે. આપણી વય કેટલી છે તેની કોઈ વાત નથી. સમસ્યાઓને ઓળખવા માટે શાળાઓની પ્રશંસા કરવી જોઈએ. શિક્ષકો વેળાસર તેને ઓળખશે તે તેમને આગળ વધતી અટકાવી શકાશે.’ તેમની સંસ્થાને શાળાઓ તરફથી મદદની વિનંતીઓ વધતી રહી છે.

નઈમ્સ પ્રાઈમરી સ્કૂલે નિવેદનમાં જણાવ્યું હતું કે,‘શાળા સમાવેશી સ્કૂલ હોવાનું ગૌરવ ધરાવે છે અને તમામ પ્રકારના રંગભેદને પડકારવાનું ચાલુ રાખશે. અમે બાળકોને સાચાથી ખોટાને અલગ તારવવાનું વિદ્યાર્થીઓને શીખવવામાં માનીએ છીએ. જેથી તેઓ આપણા તફાવતોને ધ્યાનમાં લીધા વિના અન્ય લોકો સાથે સંવાદિતામાં જીવવાનું શીખે. બાળકો એકબીજાને સ્વીકારે અને અમારી ડાઈવર્સ સ્કૂલ કોમ્યુનિટીને ઊજવે તેમ ઈચ્છીએ છીએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter