બર્મિંગહામના હિંદુ સમાજના અગ્રણી પ્રવિણકુમાર ગીરધરલાલ સાંગાણીનું ગયા અઠવાડિયે ટૂંકી બીમારી બાદ ૭૭ વર્ષની વયે ઓસ્ટ્રેલિયામાં દુઃખદ અવસાન થયું છે. ટાન્ઝાનિયાના મ્વાન્ઝામાં જન્મેલા પ્રવિણભાઈ ૧૯૬૬માં પોતાનો વ્યવસાયિક અભ્યાસ પૂરો કરવા માટે બર્મિંગહામ આવ્યા તે પહેલા તે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં ભણ્યા હતા. છેલ્લે ૨૦૧૪થી તેઓ ફરી ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં સ્થાયી થયા હતા.
પ્રવિણભાઈએ શ્રી હિંદુ કોમ્યુનિટી સેન્ટર બર્મિંગહામ અને લક્ષ્મીનારાયણ મંદિરના પ્રેસિડેન્ટ તરીકે, શ્રી લોહાણા એસોસિએશન બર્મિંગહામના પ્રેસિડેન્ટ, લોહાણા કોમ્યુનિટી યુકેના મહામંત્રી તરીકે ફરજ બજાવી હતી અને તેઓ ગુજરાતી સાહિત્ય એકેડમીના સક્રિય સભ્ય હતા.
વધુ વિગત માટે જુઓ એશિયન વોઈસ પાન. ૧૭