બર્મિંગહામઃ એકોક્સ ગ્રીનમાં ટેરેસ સાથેના નાના મકાનને મસ્જિદ અને મુસ્લિમ સ્કૂલમાં ફેરવવાની યોજના કાઉન્સિલરોએ પૂરતી જગ્યા ન હોવાના કારણસર ફગાવી દીધી છે. બર્મિંગહામની એકોક્સ ગ્રીન સિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે ૧૪૦ બંદગીકારો માટે આ જગ્યા નાની છે. કાઉન્સિલે મક્કા બિન્ગોના કાર પાર્કના ઉપયોગની દરખાસ્ત પણ નકારી હતી.
કાઉન્સિલ એલેકઝાન્ડર રોડ પરના ૨૧૯ નંબરના મકાનનો ઉપયોગ મોટા મેળાવડા માટે થતો અટકાવવા પગલા લઈ રહી છે. બાજુના ૨૨૧ નંબરના મકાનમાં ૧૯૯૦થી ઈસ્લામિક ક્લાસીસ લેવાય છે. તેને ૨૧૯માં સમાવી લેવા ૨૦૦૮થી અરજી થાય છે, પરંતુ પડોશીઓ મુલાકાતીઓના વાહનો માર્ગને અવરોધતાં હોવાની ફરિયાદ કરે છે.