ગુલાબી સાડીમાં સજ્જ શ્રુથિ યુકેના સ્થાપક અને ડિરેક્ટર ચિત્રા રામકૃષ્ણને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વક્તાઓમાં બર્મિંગહામમાં ભારતના કાર્યવાહક કોન્સલ જનરલ મિ. બી.સી. પ્રધાન અને આપણા વરિષ્ઠ ન્યૂઝ એડિટર ધીરેન કાટ્વાનો સમાવેશ થયો હતો. ભગવાન ગણેશની પ્રતિમા સમક્ષ દીપપ્રાગટ્ય સમયે મિ. પ્રધાને તેમના પગરખાં પહેરી રાખ્યા હતા તે મહેમાનોની ચકોર આંખોએ પકડી પાડ્યું હતું. તેઓ ભારતના રાજદૂત હોય ત્યારે તો આવી ગૌરવહાનિ તેમણે ન જ કરવી જોઈએ.
શ્રુથિ યુકે તમામ વયના લોકો માટે વિવિધ પ્રકારના ક્લાસીસ ઓફર કરે છે. વધુ વિગતો માટે www.shruthiuk.comની મુલાકાત લઈ શકાય છે.
વિજિત રાંદેનીઆ ટ્રેન્ટ RFCCના નવા અધ્યક્ષ (ડબલ)
બર્મિંગહામઃ વેસ્ટ મિડલેન્ડ્સ ફાયર સર્વિસના પૂર્વ ચીફ ફાયર ઓફિસર વિજિત રાંદેનીઆ OBEને ટ્રેન્ટ રીજિયોનલ ફ્લડ એન્ડ કોસ્ટલ કમિટીના અધ્યક્ષપદે નિયુક્ત કરાયા છે. એન્વિરોનમેન્ટ, ફૂડ એન્ડ રુરલ એફેર્સના સેક્રેટરી ઓફ સ્ટેટ લિઝ ટ્રુસ દ્વારા પસંદ થયેલા મિ. રાંદેનીઆ આવી નિયુક્તિ પામનારા વંશીય લઘુમતી પશ્ચાદભૂ ધરાવતા પ્રથમ હતી. જોકે, મિ. રાંદેનીઆ પોતાની વંશીયતા નહિ, પરંતુ અસરકારકતા માટે કદર કરાય તે માટે ઈચ્છુક છે.
ઈસ્ટ ઈઝ ઈસ્ટ’ નાટક બર્મિંગહામના આંગણે
બર્મિંગહામઃ અયુબ ખાન દીનનું ઉલ્લાસપૂર્ણ નાટક ‘ઈસ્ટ ઈઝ ઈસ્ટ’ આ મહિને બર્મિંગહામના આંગણે આવી રહ્યું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧ના યુદ્ધકાળના માહોલમાં આરંભાતુ અને અનેક એવોર્ડ્સ જીતેલું નાટક ખાન પરિવારમાં સામાજિક અને પેઢીઓ વચ્ચેના તણાવોની કથા કહે છે. ૧૯૭૦ના દાયકાના સાલફોર્ડમાં પોતાના સંતાનોને કડક મુસ્લિમ ઉછેર આપવા મક્કમ જ્યોર્જ ખાનની ભૂમિકા ખાન દીન પોતે ભજવે છે.
પારિવારિક તણાવની આગનો શિકાર અંગ્રેજ માતા એલા બને છે. તે પોતાના લગ્નની વફાદારી અને સંતાનોના સ્વેચ્છાચાર વચ્ચે ભીંસાય છે. જ્યોર્જ ખાને પુત્રો અબ્દુલ (અમિત શાહ) અને તારિક (એશ્લે કુમાર)ની મરજી જાણ્યા વિના અને એલા સાથે પરામર્શ વિના જ તેમના લગ્ન નક્કી કર્યા હોવાનું જાણમાં આવતા જ કટોકટી સર્જાય છે અને પરિવાર વિખરાવાની હદે પહોંચે છે.
શક્તિશાળી કથાનક સાથેનું આ રમુજી નાટક અગાઉના પાકિસ્તાની અને દક્ષિણ એશિયાઈ મૂળના લોકોનાં વિચાર અને સમય સાથે બદલાતાં વલણોની વાત કરે છે.
ઈસ્ટ ઈઝ ઈસ્ટ બર્મિંગહામના ન્યૂ એલેકઝાન્ડ્રા થીએટરમાં ૧૩થી ૧૭ જાન્યુઆરી દરમિયાન ભજવાશે. વધુ માહિતી http://www.atgtickets.com/venues/new-alexandra-theatre-birmingham/ પરથી મળી શકશે.