લંડનઃ વેસ્ટ મીડલેન્ડ્સ પોલીસના ના ૪૩ વર્ષીય PCSO એન્ડી પોપે જણાવ્યું હતું કે એક વખત જોયેલો ચહેરો તેમને વર્ષો સુધી યાદ રહે છે અને ફેસ કવરિંગ પહેરેલા લોકોમાંથી પણ તેઓ જે વોન્ટેડ હોય તેને ઓળખી કાઢે છે. રેડ્ડીચના પોપે ૨૦૧૮માં ૧,૦૦૦નો આંક પાર કર્યો તે પછી તેમને ફોર્સના ચીફ કોન્સ્ટેબલ બનાવાયા હતા. તેમનું લક્ષ્ય ૨૦૨૨ સુધીમાં ૨,૫૦૦ શકમંદોને ઓળખી કાઢવાનું છે. મેમરી મેન તરીકે ઓળખાતા એન્ડી પોપે જણાવ્યું કે તેમની પ્રતિભાને સમજાવવી અશક્ય છે. તેમની સહજબુદ્ધિ જ તેમને આ વ્યક્તિ તે જ હોવાનું સૂચવે છે અને તેઓ સાચા પૂરવાર થાય છે. તેઓ હંમેશા અગાઉની માફક જ તૈયારી સાથે ફરજ પર આવે છે. પોલીસને જે વોન્ટેડ જોઈતા હોય છે તેમની તસવીરો વિશે તેઓ તૈયાર રહે છે.