લંડનઃ બર્મિંગહામમાં ગે પુરુષોને લક્ષ્યાંક બનાવીને લૂટી લેતી ગેંગના સભ્યોને કુલ 80 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. 10 મહિનાના સમયગાળામાં તેમણે ગે પુરુષો પાસેથી એક લાખ પાઉન્ડ કરતાં વધુની રકમ લૂટી લીધી હતી. તેમણે ડર્બીમાં પણ બે પુરુષને ચાકૂની અણીએ લૂટી લીધા હતા.
બર્મિંગહામ ક્રાઉન કોર્ટે દેમાલજી બદઝાને 16 વર્ષ અને બે મહિના, અબુબાકેર અલ ઇઝાવીને 16 વર્ષ અને પાંચ મહિના, અલી હસનને 16 વર્ષ અને 9 મહિના, વાસિમ ઓમારને 17 વર્ષ અને 3 મહિના તથા મોહમ્મદ શરિફને 12 વર્ષ જેલની સજા ફટકારી હતી.
આ ગેંગના સભ્યો એક ડેટિંગ એપ પર ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષોને શોધીને શિકાર બનાવતા હતા. તેઓ એમ માનતા હતા કે તેમનો શિકાર બનેલા પુરુષો ફરિયાદ કરશે નહીં પરંતુ પીડિતોએ સાહસ દર્શાવીને કોર્ટમાં જુબાની આપી હતી.