લંડનઃ વિદ્યાર્થીઓની બિનઅધિકૃત રજાઓ સામે ભરાઇ રહેલાં કડક પગલાં અંતર્ગત શૈક્ષણિક સત્ર દરમિયાન બાળકોને રજા પર રાખતા વાલીઓએ હવે પ્રતિ બાળક પ્રતિ દિવસ 20 પાઉન્ડ પેનલ્ટી પેટે વધુ ચૂકવવા પડશે. આ નિયમ સૌથી પહેલાં 2013થી અમલી બનાવાયો હતો.
સરકાર સમગ્ર દેશમાં શાળાઓમાં હાજરી વધારવાના પ્રયાસોને વેગ આપી રહી છે. નવી નીતિ પ્રમાણે જો બાળકની હાજરી ટર્મની શરૂઆતે પુરતી નહીં હોય તો વાલીને તાત્કાલિક 80 પાઉન્ડ પેનલ્ટી ચૂકવવી પડશે. જો આ પેનલ્ટી 28 દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો તેમને 160 પાઉન્ડ ચૂકવવા પડશે.
શું વાલીને સતત 3 વર્ષ સુધી પેનલ્ટી કરવી જોઇએ. ડિફોલ્ટ પેનલ્ટીનો પ્રારંભ 160 પાઉન્ડથી થાય છે જેમાં આ સમયગાળામાં વાલીને બે વાર પેનલ્ટી કરી શકાય. જો આ મર્યાદામાં વધારો થાય તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ પેરેન્ટલ ઓર્ડર અથવા લીગલ કાર્યવાહીની વિચારણા કરી શકે છે.
ગંભીર કિસ્સાઓમાં શાળામાં સતત ગેરહાજરી માટે કોર્ટ દ્વારા 2500 પાઉન્ડ સુધીનો દંડ કરી શકાય છે. તે ઉપરાંત વિદ્યાર્થીના ડીબીએસ સર્ટિફિકેટમાં તેની નોંધ પણ કરવામાં આવશે.