લંડનઃ બે ગઠિયા વિન્ડસર કેસલ એસ્ટેટમાં ઘૂસીને એક પિક અપ ટ્રક અને એક ક્વાડ બાઇકની ઉઠાંતરી કરી ગયાં હતાં. માસ્ક લગાવીને આવેલા બે ગઠિયા કેસલ એસ્ટેટમાં ઘૂસ્યા ત્યારે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટ મિડલટન નજીકની એડિલેડ કોટેજમાં જ મીઠી નિંદ્રા માણી રહ્યાં હતાં. બંને ગઠિયાએ શો ફાર્મને નિશાન બનાવ્યું હતું. આ ફાર્મ કેસલના સિક્યુરિટી ઝોનમાં આવેલું છે. આ ઘટના બની ત્યારે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા કેસલમાં નહોતા.