બેંગલુરૂઃ ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની તાજેતરના બેંગલુરૂની થર્ડ વેવ કોફી શોપ ખાતે કોફીનો આનંદ માણતા નજરે પડ્યાં હતાં. રિશી સુનાકે કાઉન્ટર પર કોફીનો ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ પોતાના ટેબલ પર બેસી ગયા હતા. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન અને તેમના પત્નીને એકસાથે કોફી શોપમાં ભાગ્યે જ જોઇ શકાયાં હતાં. આ પહેલાં રિશી સુનાકે પત્ની અક્ષતા મૂર્તિ, શ્વસુર નારાયણ મૂર્તિ અને સાસુમા સુધા મૂર્તિ સાથે રાઘવેન્દ્ર સ્વામી મઠની પણ મુલાકાત લીધી હતી.