કેટલાંક વિસ્તારોમાં રાત્રિ સમયનું તાપમાન ૧૫ ડીગ્રી જેટલું ઘટીને ઠારબિંદુ કે ફ્રીઝિંગ પોઈન્ટ નીચે પહોંચી જવાની ચેતવણી હવામાન વિભાગના આગાહીકારોએ આપી છે. દેશના ઘણાં વિસ્તારોમાં ઠરેલું ઝાકળ પણ જોવાં મળશે.
આ મહિનામાં દિવસ દરમિયાન આશરે ૬૮F (૨૦C)ના સર્વોચ્ચ તાપમાન સાથે હુંફાળું હવામાન રહ્યું છે તે તો યથાવત રહેશે, પરંતુ રાત્રિના સમયે ઠંડીનો અનુભવ થશે. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના કેટલાંક વિસ્તારોમાં તાપમાન ૫૯F (૧૫C) જેટલું નીચે ઉતરી જશે. હવામાન વિભાગના આગાહીકારે જણાવ્યું જણાવ્યું હતું કે, હવામાનમાં નોંધપાત્ર ફેરફાર આવશે. યુકેના કેટલાંક વિસ્તારોમાં તાપમાન ઘટીને ૩૦F (-૧C) જેટલું થઈ જશે. હવામાન વિભાગના આગાહીકાર ચાર્લી પોવેલના કહેવા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા વધુ હુંફાળી આબોહવા ચાલુ રહેશે ત્યારે આગામી દિવસોમાં લંડન અને સાઉથ-ઈસ્ટમાં તાપમાન ૨૦Cથી ઊંચુ રહેવાની ધારણા છે અને રાત્રે ઠંડી અનુભવાશે. રાત્રે ભૂમિ પર ઠરેલા ઝાકળનું જોખમ માત્ર ઉત્તરીય વિસ્તારો પૂરતું મર્યાદિત નહિ રહે કારણ કે દક્ષિણ વિસ્તારોમાં પણ તાપમાન ૪Cથી નીચે ઉતરી શકે છે.