બ્રિટનના પુનઃનિર્માણ માટે લેબરની બ્લૂ પ્રિન્ટ રજૂ

ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીની સમીક્ષા પ્રમાણે જ આર્થિક નિર્ણયો લેવાશે, અસાયલમ અને ઇમિગ્રેશન સિસ્ટમનું આધુનિકીકરણ કરાશે, રેલવેનું રાષ્ટ્રીયકરણ કરવાની લેબર સરકારની યોજના, નો ફોલ્ટ ઇવિક્શનનો અંત લાવવા સહિત ભાડૂઆતોને વધુ અધિકારો અને સંરક્ષણ અપાશે

Tuesday 23rd July 2024 14:18 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સ તૃતીયે 17 જુલાઇ બુધવારના રોજ દેશમાં નવી ચૂંટાઇ આવેલી સર કેર સ્ટાર્મરની લેબર સરકારની બ્રિટન માટેની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી હતી. જેમાં કિંગ ચાર્લ્સે લેબર સરકારની ઇકોનોમી, ઇમિગ્રેશન, હાઉસિંગ, એજ્યુકેશન, હેલ્થ, પોલીસ વિભાગ, ટ્રાન્સપોર્ટ, એનર્જી સહિતના સેક્ટરમાં નીતિઓની જાહેરાત કરી હતી. લેબર સરકાર દ્વારા 40 નવા ખરડા અને મુસદ્દા ખરડાઓનો પણ પ્રસ્તાવ મૂકાયો હતો.

સંસદને સંબોધનના પ્રારંભે કિંગ ચાર્લ્સે ઇકોનોમી પર સરકારના આયોજન પર જણાવ્યું હતું કે, મારી સરકારની આર્થિક નીતિનો પાયાનો પથ્થર સ્થિરતા રહેશે અને સરકારનો દરેક નિર્ણય આર્થિક નિયમોને બંધાયેલો હશે. સરકાર દરેક ટેક્સ અને ખર્ચમાં બદલાવ સુનિશ્ચિત કરવા કાયદા ઘડવામાં ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીની સ્વતંત્ર સમીક્ષા પ્રમાણે જ કામ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter