લંડનઃ વૈશ્વિક બજારોમાં ઉથલપાથલના કારણે આ મહિનામાં પબ્લિક કંપનીઓના ૧૧૦ બિલિયન પાઉન્ડ ધોવાઈ જવાં છતાં આ વર્ષે બ્રિટન ઝડપથી પ્રગતિ કરશે. ગયા વર્ષના ૨.૨ ટકાના વિકાસની સામે આ વર્ષે ગ્રાહક ખર્ચામાં સુધારાના પરિણામે ૨.૬ ટકાના વિકાસની આગાહી કરવામાં આવી છે.
ઈવાય આઈટમ ક્લબની આગાહી અનુસાર ઓછાં ફૂગાવા અને ટેક્સ ક્રેડિટમાં કાપ મુલતવી રાખવાના નિર્ણયના પરિણામે ગ્રાહકોના ખર્ચામાં ૨.૮ ટકાનો નોંધપાત્ર વધારો થશે. સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઈલ અને કંપની શેર્સના ભાવમાં સતત ઘટાડાના કારણે ઈક્વિટી અને કોમોડિટી બજારોમાં નિરાશાજનક ચિત્ર સર્જાયું છે.