લંડનઃ બ્રિટનની જનતાએ ગયા વર્ષે તેમના આરોગ્ય માટે વિક્રમજનક 32 બિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો જે 2022ના વર્ષ કરતાં 29.8 બિલિયન પાઉન્ડનો વધારો દર્શાવે છે. આ ખર્ચમાં દવાઓ, વિટામિન વગેરે પાછળ 8.6 બિલિયન પાઉન્ડ અને ઇન-પેશન્ટ મેડિકલ કેર પર 10 બિલિયન પાઉન્ડનો પણ સમાવેશ થાય છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર બ્રિટિશરોએ ડોક્ટર અને સ્પેશિયાલિસ્ટ સાથે કન્સલ્ટેશન પાછળ 4.2 બિલિયન પાઉન્ડ અને ડેન્ટિસ્ટ તથા હાઇજિનિસ્ટ પાછળ 4 બિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. તેમણે એક્યુપંક્ચારિસ્ટ, એરોમેથેરપિસ્ટ્સ, રિફ્લેક્સોલોજિસ્ટ, પ્રાઇવેટ નર્સ અને મિડવાઇવ્ઝ પાછળ 1.3 બિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો હતો.
લંડન મેડિકલ લેબોરેટરી ખાતેના ક્લિનિકલ હેડ ડો. અવિનાશ હરી નારાયણ જણાવે છે કે બ્રિટિશરો હવે પ્રિવેન્ટિવ હેલ્થકેર પાછળ વધુ નાણા ખર્ચી રહ્યાં છે તે સારી બાબત છે. પરંતુ ચિંતાની બાબત એ છે કે જે રીતે પરિવારોનો આરોગ્ય પાછળ વધી રહેલો ખર્ચ દર્શાવે છે કે એનએચએસ તેમને મદદ કરી રહી નથી. પહેલાં હેલ્થ સર્વિસ અને ઇક્વિપમેન્ટ વિનામૂલ્યે મળતાં હતાં પરંતુ હવે આપણને તેની પાછળ નાણા ખર્ચવા પડે છે. જો આ રીતે જ આરોગ્ય સેવાઓના ખર્ચમાં વધારો થતો રહેશે તો યુકે માટે લાંબાગાળાના આરોગ્ય જોખમો સર્જાશે.