લંડનઃ બ્રિટનમાં વ્યાપક હીમવર્ષા સાથે વર્ષ 2024ના શિયાળાનો પ્રારંભ થઇ ગયો છે. નોર્ધન ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં હીમવર્ષાની સાથે તાપમાનનો પારો શૂન્યની નીચે ગગડી ગયો હતો. સ્કોટલેન્ડના બ્રાએમારમાં ગયા મંગળવારે તાપમાન માઇનસ 11.2 ડિગ્રી સેન્ટિગ્રેડ પર ગગડ્યું હતું. ગયા શિયાળા બાદ યુકેમાં નોંધાયેલું આ સૌથી નીચુ તાપમાન હતું. હવામાન વિભાગ દ્વારા વધુ હીમવર્ષા અને કાતિલ ઠંડીની આગાહી કરાઇ છે.