લંડનઃ અગ્રણી એવિએશન ગ્રૂપ દ્વારા વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સની જાહેરાત કરાઈ છે. જેમાં બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની બે એરલાઇન્સનો સમાવેશ થાય છે. બ્રિટનની બ્રિટિશ એરવેઝ અને વર્જિન એરલાઇન્સ તથા ઓસ્ટ્રેલિયાની ક્વોન્ટાસ એરલાઇન્સનો તેમાં સમાવેશ થાય છે.
ઓસ્ટ્રેલિયાની એરલાઇન્સ રેટિંગ ડોટ. કોમ દ્વારા વિશ્વની સૌથી સુરક્ષિત એરલાઇન્સની જાહેર કરાયેલી યાદીમાં સિંગાપુર એરલાઇન્સ, એર ન્યૂઝિલેન્ડ, કેએલએમ અને લૂફથાન્સાનો પણ સમાવેશ થાય છે.
સૌથી વધુ સુરક્ષિત એરલાઇન્સના રેન્કિંગની સાથોસાથ સૌથી ઓછી સુરક્ષિત એરલાઇન્સનો પણ અભ્યાસ કરાયો છે. આવી એરલાઇન્સમાં એર કોરિયો (ઉત્તર કોરિયાની એરલાઇન) ઇન્ડોનેશિયાની ટિગ્ના એર સર્વિસ અને નેપાલ એરલાઇન્સનો સમાવેશ થાય છે.