તહેરાનઃ ઇરાને સ્ટેટ ઓફ હોરમુઝ ખાતે અંદાજે બે મહિના પહેલા સીમા ઉલ્લંઘનના આરોપસર જપ્ત કરેલા બ્રિટિશ ટેન્કર સ્ટેનો ઇમ્પેરોને રવિવારે મુક્ત કરી દીધું છે. ટેન્કરને છોડવા ભલે મંજૂરી આપવામાં આવી હોય, પરંતુ નિયમ ભંગ બદલ ઈરાની અદાલતમાં કાર્યવાહી ચાલુ છે. જિબ્રાલ્ટર નજીકથી ઈરાનનું તેલ ટેન્કર પકડાઈ જવાના બે સપ્તાહ પછી ૧૯ જુલાઈના રોજ ઈરાને પણ સ્ટ્રે ઓફ હોરમુઝથી પસાર થઈ રહેલા બ્રિટિશ ટેન્કરને જપ્ત કરી લીધું હતું.