લંડનઃ બ્રિટિશ આર્મીમાં હવે સૈનિકો દાઢી વધારી શકશે. સેનાએ દાઢી વધારવા પરનો 100 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. દેશની સેનાના કમાન્ડર ઇન ચીફ કિંગ ચાર્લ્સે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. સેનામાં દેખાવ અને દાઢી પરની નીતિની સમીક્ષા બાદ જનરલ સર પેટ્રિક સેન્ડર્સે સેનાની એપિરિયન્સ પોલિસી બદલવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય પહેલાં સેના અને અનામત દળોનો અભિપ્રાય લેવાયો હતો. આ પહેલાં ડિફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે, સેનામાં ભરતી અંગેની કટોકટી પ્રવર્તી રહી છે ત્યારે દાઢી પરનો પ્રતિબંધ વાહિયાત છે. બ્રિટિશ એરફોર્સ અને રોયલ નેવીમાં દાઢી વધારવા પર કોઇ પ્રતિબંધ નથી.