લંડનઃ યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન છૂટા પડ્યા બાદ ભારત અને યુકે કુદરતી રીતે જ જોડાયેલા છે અને બન્ને દેશો વ્યૂહાત્મક ભાગીદાર બનવા માટે મોટાપાયે સ્કોપ છે અને તેઓ વેપાર કરવા માટે સહયોગ સાધી શકશે, એમ ભારતના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું.
લંડન ફાઈનાન્સિયલ, કેપિટલ અને ટેક્નોલોજી અને ઇનોવેશન કેન્દ્ર છે ત્યારે બ્રિટનથી ભારતમાં રોકાણની સંભવિત તકો હોવાનું જણાવ્યું હતું. બે યુકે કંપનીઓ બીપી અને કેઇર્ન ભારતીય માર્કેટમાં મોટી રીતે સક્રિય છે. ભારતમાં સારી કામગીરી કરી રહી છે અને મોટા પાયે મૂડીરોકાણ કરી રહી છે