લંડનઃ ભારત અને યુકેએ સ્પેસ સાયન્સમાં મહિલાઓની ભાગીદારી વધારવા વિમેન ઇન સ્પેસ લીડરશિપ પ્રોગ્રામ (WiSLP) નો પ્રારંભ કર્યો છે. યુકે-ઇન્ડિયા એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇનિશિયેટિવના ભાગરૂપે ભારતના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા બ્રિટિશ કાઉન્સિલ સાથે આ પહેલમાં સહકાર કરાયો છે. આ પ્રોગ્રામ અંતર્ગત સ્પેસ સાયન્સમાં મહિલા ભાગીદારી માટે વ્યૂહાત્મક લીડરશિપ માળખું તૈયાર કરાશે.
વિમેન ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના વડા ડો. વંદના સિંહે જણાવ્યું હતું કે, લીડરશિપ માટેનું માળખું તૈયાર કરીને આપણે વૈજ્ઞાનિક સંશોધનોમાં મહિલાઓના અર્થપૂર્ણ યોગદાનને વધુ મજબૂત બનાવી શકીશું. આ પ્રોગ્રામ અંતર્ગત એસ્ટ્રોફિઝિક્સ અને ટેલિકોમ્યુનિકેશન જેવા મહત્વના ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવા મેન્ટરિંગ નેટવર્ક તૈયાર કરી વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન અપાશે.
પ્રોગ્રામ અંતર્ગત 250 અર્લી કેરિયર રિસર્ચરને સહાય કરાશે. જેથી તેઓ નેતૃત્વ કરવા માટે તૈયાર થઇ શકે.