લંડનઃ ભારતની 3 દિવસની મુલાકાત બાદ ડ્યુક ઓફ એડિનબરો પ્રિન્સ એડવર્ડ અને તેમના પત્ની સોફી હિમાલયન દેશ નેપાળની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે ઓર્ચિડ હાઉસ ખાતે એક મેગ્નોલિયા વૃક્ષનું વાવેતર કર્યું હતું. નેપાળમાં બ્રિટિશ રાજવી પરિવારની કામગીરીની પ્રશંસા કરતા પ્રિન્સ એડવર્ડે જણાવ્યું હતું કે મારા માતા-પિતાએ અહીં ઘણું સારુ કામ કર્યું છે. તેમના પત્ની સોફીએ કીપ ગોઇંગ ડાર્લિંગ કહીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું. રાજવી દંપતીએ યુકે દ્વારા આર્થિક સહાય પ્રાપ્ત હિન્દુકુશ હિમાલયા ઇનોવેશન ચેલેન્જના સાત ફાઇનલિસ્ટ સાથે મુલાકાત કરી હતી તેમણે ગુરખા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત સેન્ટરની મુલાકાત લઇ પૂર્વ ગૂરખા સૈનિકો અને તેમની વિધવાઓ સાથે મુલાકાત કરી હતી.