લંડનઃ ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને મંગળવારે લંડનમાં ઇન્ડિયા – યુકે ઇન્વેસ્ટર સમિટની અધ્યક્ષતા કરી હતી જેમાં યુકેના પેન્શન ફંડો, ઇન્શ્યુરન્સ કંપનીઓ, બેન્કો અને અન્ય નાણા સંસ્થાઓના 60 જેટલા ઇન્વેસ્ટર્સ હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે સીતારામને જણાવ્યું હતું કે, ભારત વિદેશી બેન્કોને વિકાસની ઉત્તમ તકો આપી રહ્યો છે. ભારત સરકાર બેન્કિંગ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન આપી રહી છે.