હજાર વાર ભગવાનની પૂજા કરવાથી કદાચ એક ‘મા’ નહીં મળે, પણ જો એક વાર ‘ગૌરી-મા’ની પૂજા કરશો તો ભગવાન જરૂર મળશે. ભારત બહાર, ભારતીયો દ્વારા, ભારતનાં દીન દુઃખીયા - અબોલ જીવોના લાભાર્થે છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સમર્પણ ગૌશાળા ગોવર્ધનના સહયોગથી સમર્પણ ગૌ-શાળાના લાભાર્થે ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં શ્રીમતી હરીબેન બચુભાઈ નાગરેચા હોલ – લંડન ખાતે શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૮ એપ્રિલથી ૧૬ એપ્રિલ દરમિયાન રોજ બપોરે ૩-૦૦થી ૬-૦૦ દરમિયાન પ. પૂ. સંજીવકૃષ્ણ ઠાકુરજીના શ્રીમુખે શ્રી રામકથાનું આચમન કરવાનું ભાવભર્યું આમંત્રણ છે.
હિન્દુ ધર્મમાં ત્રણ માતાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. જન્મદાતા માતા, ધરતી માતા અને ગૌ-માતા. ધરતી મા સમસ્ત સૃષ્ટિનું જતન કરે છે. જન્મ દેનાર મા આપણું લાલન પાલન કરે છે તો સર્વદેવમયી કામધેનુ સમાન ગૌ માતા માનવ જાતિને પોષણ પૂરું પાડે છે.
ગૌ-માતાના શરીરમાં તેત્રીસ કોટિ દેવતાઓ વિદ્યમાન છે. ગૌમાતાની સેવા પરમાત્માની સેવાનો સાક્ષાત્કાર કરાવે છે. પરંતુ કમનસીબે સાક્ષાત પરમાત્માના સ્વરૂપ સમાન ગૌ માતા પુરતા ભોજનના અભાવે જ્યારે શાક માર્કેટમાં જઇ પહોંચે ત્યારે તેને લાકડીનો ભોગ ધરાવવામાં આવતો હોય છે, તો વળી શુધ્ધ પાણી પીવામળતુંન હોય ત્યારે ગૌ માતાએ ગંદા નાળામાંથી આચમન કરવું પડે છે. ઘણી વખત ગાયો કૂડા-કચરામાં પડેલ પ્લાસ્ટીકની થેલીઅોમાં ભરાયેલો આપણો એંઠવાડ કે અખાદ્ય પદાર્થો આરોગવાને મજબૂર બનતી હોય છે.
આપણાં ધર્મમાં જેને સર્વોપરિ સ્થાન અપાયેલ છે એવા ગૌ-માતાની દુર્દશા માત્ર અહીં જ અટકતી નથી. હેવાનીયતની પરાકાષ્ટા તો ત્યારે આવે છે જ્યારે તંદુરસ્ત ગૌ-વંશને પકડીને તેની આંખો ફોડી નાખવામાં આવે છે, તેમના પગને ઇજા પહોંચાડી તેને કસાઇખાને વેચવામાં આવે છે. આવા અબોલ ગૌ-માતાની દુર્દશા જોઈ આપણા સૌનું હૃદય દ્રવી ઉઠે છે. આજે ભારતભરમાં આવા ગૌ-માતાની સેવા કરવાને અનેક સંત મહાત્માઓએ બીડું ઝડપ્યું છે.
શ્રી કૃષ્ણ ભગવાનને જે ભૂમિ પર ગૌ-માતાની પોતાના સ્વહસ્તે સેવા કરી એ જ ભૂમિ ઉપર આજે એ જ ગૌ-વંશ રસ્તે રઝળી કચરો ફેંદી પેટ ગુજારો કરતાં નિહાળીને પ. પૂ. શ્રી સંજીવ કૃષ્ણ ઠાકુરજીનું હૃદય દ્રવી ઉઠ્યું. તે જ સમયે પૂ. શ્રી સંજીવજી આ ગોપાલપ્યારીઅોની સેવાના ભેખધારી બન્યા અને ૨૦૦૯માં સમર્પણ ગૌ-શાળાની સ્થાપના કરી. પ. પૂ. ઠાકુરજીના સાનિધ્યમાં સમર્પણ ગૌ-શાળામાં હાલમાં ૭૦૦ જેટલી બિમાર, અશક્ત, અપંગ અને વૃદ્ધ ગૌ-માતાઅોનું લાલન - પાલન અને હેતપૂર્વક જતન કરવામાં આવે છે. સમર્પણ ગૌ-શાળા ભારત વેલ્ફેર ટ્રસ્ટ સાથે સંકળાયેલ છે.
ગૌ-સેવા એ જ ગોપાલ સેવા
ગીતા, ગંગા અને ગૌ માતાની પાવન ભારત ભૂમિમાં જાહેરમાં રસ્તે રઝળતા ગૌ-માતાને પકડી માર મારી, ઇજા પહોંચાડી, આંખોમાં તેજાબ ભરી શારીરિક યાતનાઓ આપી કતલખાને લઈ જવાતી હોય છે. સર્વદેવમયી સુરભીની આ તે કેવી દુર્દશા! આવા ગાયમાતાને કસાઈના મુખમાંથી બચાવી તેમની સાર-સંભાળ કરી તેમની જીવનપર્યંત સેવા કરવાનું ઉમદા કાર્ય સમર્પણ ગૌ-શાળામાં કરવામાં આવે છે. જે હોસ્પિટલ, એમ્બ્યુલન્સ અને આધુનિક સુવિધાઓથી સંપન્ન છે. તેનો યશ આપ સૌ દાતાજનોને ફાળે જાય છે. સમર્પણ ગૌ-શાળામાં આજે આશરે ૭૦૦ ગૌ-માતાની સેવા થઈ રહેલ છે અને દરરોજ વધુને વધુ ગાયો દયનીય હાલતમાં આવે છે.
સમર્પણ ગૌ-શાળામાં ગાયો માટેની સેવા
£૩૧ - ગૌ-શાળાની એક દિવસની સેવા
£૫૧ - ગૌ-માતા મેડીકલ સહાય
£૧૨૫ - એક ગૌ-માતાને દત્તક લેવા
ભારત બહાર હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સેવાની સુવાસને અવિરત રાખવાનું ઉમદા કાર્ય કરતા ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજીત આ શુભ પ્રસંગે યજમાન તથા વોલેન્ટીયર સેવા આપી સર્વદેવમયી ગૌ-માતાના આશિષ પામવાનો અમૂલ્ય લ્હાવો જરૂર લેશો. આપનું નાનકડુ દાન ગાય માતાની સેવા માટે મહત્વપૂર્ણ બની રહેશે અને આપને ભવોભવનું પુણ્ય મળશે અને ખુદ સેવાની સુવાસનો અનુભવ કરશો. આસ્થા ટીવી ચેનલ યુકે પર કથાનું રોજ જીવંત પ્રસારણ થશે
વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન ૧૨. સંપર્કઃ ભારત વેલ્ફેર ટ્રસ્ટ, 0116 216 1684 અથવા 0116 216 1698 અથવા મફત ફોન 0800 999 0022.