લંડનઃ ભારતના નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફિયુ રિયોના નેતૃત્વમાં ભારે વિરોધ વંટોળ બાદ યુકેના ઓક્શન હાઉસે નાગા હ્યુમન સ્કલને તેના લાઇવ ઓનલાઇન વેચાણમાંથી હટાવી દીધું હતું. ઓફ્સફર્ડશાયરમાં ટેસ્ટ્સવર્થ ખાતે આવેલા સ્વાન ઓક્શન હાઉસે સમગ્ર વિશ્વમાંથી એકઠાં કરાયેલા સ્કલ્સ અને અન્ય ચીજવસ્તુઓનું ઓનલાઇન વેચાણ શરૂ કર્યું હતું.
19મી સદીના મનાતા નાગા હ્યુમન સ્કલને ઓનલાઇન હરાજીમાં મૂકાતા નાગાલેન્ડમાં વિરોધનો વંટોળ ફૂંકાયો હતો. રાજ્યના મુખ્યમંત્રી રિયોએ આ હરાજી અટકાવવા માટે વિદેશ પ્રધાન એસ.જયશંકરની મદદ માગી હતી.
રિયોએ જણાવ્યું હતું કે, યુકેમાં નાહા હ્યુમન સ્કલની હરાજીના અહેવાલોએ રાજ્યમાં રોષનું વાતાવરણ સર્જી દીધું છે. નાહા હ્યુમન સ્કલ રાજ્યના લોકો માટે સંવેદનશીલ અને પવિત્ર મુદ્દો છે. નાગાલેન્ડની સંસ્કૃતિમાં મૃતકોના અવશેષઓને અત્યંત સન્માનનીય ગણવામાં આવે છે.