લંડનઃ ભારતીય માઇગ્રન્ટ્સને એક વાનમાં સંતાડી યુકેમાં લાવવા માટે લંડનના બે રહેવાસીને જેલની સજા કરાઇ છે. ફેલ્ટહામના શાફાઝ ખાન અને સાઉથહોલના ચૌધરી રશીદ ખરાબ ટાયરની પાછળ ચાર ભારતીયને સંતાડીને બ્રિટનમાં ગેરકાયદેસર રીતે લઇ આવ્યા હતા.
માર્ચ 2019માં ખાન અને ચૌધરીની વાનને ન્યૂહેવન ફેરી પોર્ટ ખાતે બોર્ડર ફોર્સ દ્વારા અટકાવવામાં આવી હતી. ખાને અધિકારીઓને જણાવ્યું હતું કે, અમે બેલ્જિયમની ટ્રિપ બાદ પરત આવી રહ્યાં બતાં. જોકે તેમની વાનની તલાશી લેવાતાં તેમાંથી એક કેબિનમાં સંતાડેલા ચાર ભારતીય મળી આવ્યાં હતાં.
ગયા મંગળવારે ક્રાઉન કોર્ટે શાફાઝ ખાન અને ચૌધરી રશીદને ઇમિગ્રેશન કાયદાઓના ભંગ માટે દરેકને પાંચ વર્ષ અને 3 મહિના કેદની સજા ફટકારી હતી.