ભારતીય મૂળની બોગસ ઇમિગ્રેશન લોયરને સાડા સાત વર્ષની કેદ

Tuesday 07th May 2024 12:42 EDT
 
 

લંડનઃ કોઇપણ પ્રકારના લાયસન્સ વિના બોગસ ઇમિગ્રેશન લોયર તરીકે અસીલોનું આર્થિક શોષણ કરનાર ભારતીય નાગરિક ફ્લોરા મેન્ડિસને સાડા સાત વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ફ્લોરાને જેલની સજા કરાયા બાદ હોમ ઓફિસ દ્વારા ફ્લોરા મેન્ડિસની 7 લાખ પાઉન્ડની સંપત્તિ જપ્ત કરાઇ છે. ફ્લોરાના અસીલો એમ જ માનતા હતા કે તે એક અસલ લોયર છે અને તે તેમને યુકેમાં રહેવા માટે સ્ટેટસ મેળવવામાં મદદ મળશે. પરંતુ ફ્લોરાએ બનાવટી અરજીઓ દાખલ કરી હતી અને તેમની અરીઓ સ્વીકારાય તેવી કોઇ સંભાવના નહોતી. સેન્ટ આલ્બન્સ ક્રાઉન કોર્ટે ફ્લોરાને દોષી ઠરાવી સાડા સાત વર્ષ કેદની સજા ફટકારી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter