ભારતીયની હત્યા માટે પાકિસ્તાની મૂળનો શાઝેબ ખાલિદ દોષી જાહેર

Tuesday 17th September 2024 11:35 EDT
 
 

લંડનઃ 14 ફેબ્રુઆરી 2024ના રોજ રેસ્ટોરન્ટ મેનેજર ભારતીય વિજ્ઞેશ પટ્ટાબિરમનની હત્યા માટે રિડીંગ ક્રાઉન કોર્ટે પાકિસ્તાની મૂળના શાઝેબ ખાલિદને દોષી જાહેર કર્યો છે. ખાલિદે 2000 પાઉન્ડની સોપારી લઇને વિજ્ઞેશને કચડી નાખ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર વિજ્ઞેશનું મોત માથામાં ગંભીર ઇજાના કારણે થયું હતું. ભારતના કોઇમ્બતુરના વતની એવો વિજ્ઞેશ ડિસેમ્બર 2022માં પત્ની સાથે યુકે આવ્યો હતો. તે એક ભારતીય રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે કામગીરી કરતો હતો અને બે દિવસ બાદ તે લંડનની હયાત રિજન્સી હોટલ સાથે જોડાવાનો હતો પરંતુ તે પહેલાં જ તેની હત્યા કરી નાખવામાં આવી હતી. ખાલિદે વિજ્ઞેશની હત્યા માટે ચોરેલી રેન્જ રોવર કારનો ઉપયોગ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter