લંડનઃ યુકે સરકારે માઇગ્રન્ટ સ્મગલિંગ માટે જવાબદાર નેટવર્કોને તોડી નાખવા નવા પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધોમાં બોટ અને આ પ્રકારના ઓપરેશનોમાં ઉપયોગમાં લેવાતી મોટરોનું ઉત્પાદન કરતા ચીની ઉત્પાદકોને પણ સામેલ કરાશે.
હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું હતું કે, અમે માનવ તસ્કરીમાંથી નફો રળતા નેટવર્કોને લક્ષ્યાંક બનાવીશું અને સ્મગલિંગ ગેંગોના ફાઇનાન્સ નેટવર્કને તોડી નાખીશું. ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીએ જણાવ્યું હતું કે, ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને ઇંગ્લિશ ચેનલ પાર કરાવતી બોટ અને તેમના એન્જિનમાંથી ઘણાનું ઉત્પાદન ચીનમાં થઇ રહ્યું છે.
શું સરકાર ચીની ઉત્પાદકો પર પ્રતિબંધ લાદશે તેવા સવાલના જવાબમાં લેમીએ જણાવ્યું હતું કે, હા કેમ નહીં. તમે આ પ્રકારની બોટ જૂઓ. તેમના એન્જિન ક્યાંથી આવે છે. તેમાં વપરાતું રબર ક્યાંથી આવે છે. ગેરકાયદેસર માઇગ્રેશન અને સુનિયોજિત ઇમિગ્રેશન ક્રાઇમ અટકાવવા પ્રતિબંધ લાદનારો યુકે પ્રથમ દેશ બની રહ્યો છે. આ પ્રતિબંધો 2025ના અંત ભાગથી અમલી બનશે.
કેવા પ્રકારના પ્રતિબંધ લદાશે
- માનવ તસ્કરી કરનારા અપરાધીઓના યુકેમાં પ્રવેશ પર પ્રતિબંધ
- માનવ તસ્કરોની સંપત્તિ જપ્ત કરાશે
- માનવ તસ્કરો સાથે મળીને બિઝનેસ કરનારાને પેનલ્ટી ફટકારાશે