લંડનઃ ડિમેન્સિયાથી પીડાતી વૃદ્ધા પર કેરટેકર દ્વારા કરાયેલા બળાત્કારના કેસમાં રીડિંગ ક્રાઉન કોર્ટ દ્વારા મુહમ્મદ અરશદને સાડા સાત વર્ષની કેદ ફટકારવામાં આવી છે. રીડિંગના 37 વર્ષીય અરશદને આજીવન સેક્સ ઓફેન્ડર્સર રજિસ્ટરમાં સામેલ કરાયો છે.
બર્કશાયરના કેર હોમ ખાતે વૃદ્ધા પર બળાત્કાર ગુજારનાર અરશદે માનસિક રીતે બીમાર મહિલા સાથે સેક્સ પ્રવૃત્તિ કરી હોવાના આરોપ કબૂલી લીધા હતા. થેમ્સ વેલી પોલીસે જણાવ્યું હતું કે અરશદે એક જધન્ય અપરાધ આચર્યો હતો.
અરશદ એક એવી વિશ્વાસપાત્ર ફરજ બજાવી રહ્યો હતો જેમાં તેણે બીમારની કાળજી લેવાની હતી તેના સ્થાને તેણે વિશ્વાસઘાત કરીને વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેને એમ હતું કે તેનો અપરાધ ક્યારેય સામે નહીં આવે. અરશદના કૃત્યથી પીડિતા અને તેનો પરિવાર આઘાતમાં સરી પડ્યાં હતાં.