મિડલેન્ડમાંથી મળ્યું ૧૮ કરોડ વર્ષ જૂનું ‘સી ડ્રેગન’નું કંકાલ

Sunday 16th January 2022 06:45 EST
 
 

લંડનઃ બ્રિટનમાં ડાયનાસોરના અશ્મિઓની શોધ કરતાં વૈજ્ઞાનિકોને પ્રાગઐતિહાસિક કાળના એક દૈત્યાકાર સજીવના અવશેષો મળતાં આશ્ચર્યચકિત થઇ ગયા છે. મિડલેન્ડ વિસ્તારમાંથી ૧૮ કરોડ વર્ષ પહેલાંના ‘સી ડ્રેગન’નું કંકાલ મળ્યું છે. આ શોધને બ્રિટનના ઈતિહાસમાં થયેલી સૌથી મોટી જીવાશ્મિની શોધ ગણાવાઇ રહી છે. કરોડો વર્ષ પહેલાં ધરતી પરથી લુપ્ત થઈ ચૂકેલા આ સમુદ્રી જીવની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર તેની ખોપડીનું વજન જ એક ટન છે. આ ‘સી ડ્રેગન’ ડોલ્ફીન જેવો લાગે છે, જેનું કંકાલ ૩૦ ફૂટ લાંબું છે. ઈક્થિયોસોરસ અથવા તો મીન સરિસૃપ તરીકે ઓળખાતા આ જીવનું હાડપીંજર લગભગ ૧૮ કરોડ વર્ષ જૂનું છે. વાસ્તવમાં આ જીવાશ્મિની શોધ ફેબ્રુઆરી ૨૦૨૧માં જોએ ડેવિસ અને રટલેન્ડ વાઈલ્ડલાઇફ ટ્રસ્ટ દ્વારા કરાઇ હતી. તે સમયે રટલેન્ડ વોટરના લગુન આઇલેન્ડમાંથી પાણી ખેંચવાની રુટિન કામગીરી દરમિયાન આ અવશેષો નજરે પડ્યા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter