લંડનઃ રાજવી પરિવાર સાથે છેડો ફાડીને અમેરિકાના કેલિફોર્નિયામાં વસવાટ કરી રહેલા પ્રિન્સ હેરીએ તેમના અને પત્ની મેઘન મર્કેલના અંગત જીવનમાં મીડિયાના હસ્તક્ષેપની આકરી ટીકા કરી હતી. ન્યૂયોર્ક ટાઇમ્સને આપેલી મુલાકાતમાં ડ્યુક ઓફ સસેક્સે તેમના અંગે ફેલાવાતી અફવાઓ અને જાહેરજીવનમાં તેમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. મીડિયામાં છવાયેલા રહેવા અંગેના સવાલ પર પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, મને તેનાથી કોઇ લાભ થતો નથી. મીડિયાએ અત્યાર સુધીમાં અમારા ઘર 10થી 12 વાર બદલાવી દીધાં છે. મારા અને મેઘનના 10 વાર છૂટાછેડા કરાવી દીધાં છે.