લંડનઃ યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ મીનુ મલ્હોત્રાની ન્યૂકેસલના ફર્સ્ટ ઓનરરી કાઉન્સેલ તરીકે નિયુક્તિ કરી છે. મીનુ મલ્હોત્રાના ગ્રુપે સમગ્ર પ્રદેશમાં મોટાપાયે પ્રોપર્ટીનું સર્જન કર્યું છે. આ ગ્રુપ કેર હોમ્સમાં પણ કાર્યરત છે. આ ગ્રુપ ભારતમાં પણ પ્રોપર્ટી ડેવલપમેન્ટનું કામ કરે છે.
દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, અમે મીનુ મલ્હોત્રાએ આ રિજિયનમાં સર્જેલા સંબંધો અને ઉર્જાનો ઉપયોગ કરવા માગીએ છીએ. મોટું મૂડીરોકાણ હોવાના કારણે ફુલ ફ્લેજ્ડ હોમ ટીમ સ્ટાફનું સર્જન ન કરી શકતાં હોવાથી ઓનરરી કોન્સ્યુલેટ અમને તેમ કરવામાં મદદ કરે છએ. તે ઉપરાંત કોઇપણ દેશમાં કેટલી સંખ્યામાં કોન્સ્યુલેટ હોવા જોઇએ તેની પણ મર્યાદા હોય છે. આ પદ્ધતિ ઝડપી, અસરકારક અને સંબંધ નિર્માણના માર્ગસમાન છે.
ન્યૂકેસલના નવા ઓનરરી કાઉન્સેલ મીનુ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, નવું ઇન્ડિયા હાઉસ લંડન સ્થિત ભારતીય હાઇ કમિશનનું પ્રતિનિધિત્વ કરશે.