અમદાવાદ: સરકારી એરલાઇન્સ એર ઇન્ડિયા બાદ હવે પહેલી વાર ખાનગી એરલાઇન્સ સ્પાઇસ જેટ મુંબઇ અને દિલ્હીની લંડનની નોન સ્ટોપ ફ્લાઇટ ૪ ડિસેમ્બરથી શરૂ કરશે. ફ્લાઇટનું રિટર્ન ભાડું રૂ. ૫૩૫૫૫ રહેશે. મુંબઇ અને દિલ્હીથી જતાં રૂ. ૨૫૫૫૫ તેમજ આવતાં રૂ. ૨૯૫૫૫ ભાડું રખાયું છે. મુંબઇ અને દિલ્હીથી નવી ફ્લાઇટથી લંડન સહિત આસપાસના શહેરોના ગુજરાતીઓને સૌથી વધુ ફાયદો થશે. સ્પાઇસ જેટની આ ફ્લાઇટ દિલ્હીથી બે દિવસ અને મુંબઇની એક દિવસ ઓપરેટ થશે.