મુંબઈથી માન્ચેસ્ટર નોનસ્ટોપ ફ્લાઇટનો પ્રારંભ

Wednesday 14th November 2018 05:08 EST
 
 

અમદાવાદઃ દેશની પ્રીમિયર ઇન્ટરનેશનલ એરલાઇન્સ જેટ એરવેઝ દ્વારા મુંબઈથી માન્ચેસ્ટર તેમજ પૂણે અને વડોદરાથી દિલ્હી માટે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. શિયાળાની સિઝનમાં એરલાઇન્સ દ્વારા મુંબઈ અને માન્ચેસ્ટર (બ્રિટન) વચ્ચે ૫ નવેમ્બરથી નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટના પ્રારંભ સાથે જ એરલાઇન્સના નેટવર્કમાં માન્ચેસ્ટર ૨૧મા આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે જોડાયું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ-માંચેસ્ટરની ફ્લાઈટ મંગળવાર અને બુધવારને બાદ કરતાં સપ્તાહમાં પાંચ દિવસ ઓપરેટ કરશે. 

આ ફ્લાઇટ શરૂ થતાં ભારતના લોકોને મુંબઈ થઈને ઉત્તર અમેરિકા અને યુરોપ તરફ જવા માટે પણ આગળની કનેક્ટિવીટી મળી રહેશે. એ જ રીતે જેટ એરવેઝ દ્વારા પૂણેથી સિંગાપુર માટે નોનસ્ટોપ શરૂ કરાઈ છે. આ ફ્લાઇટ શરૂ થતાં બન્ને દેશો વચ્ચે પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત એરલાઇન્સ દ્વારા દિલ્હી-સિંગાપુર અને દિલ્હી-મુંબઈ વચ્ચે વધારાની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી છે.

અધિકારીએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે જેટ એરવેઝ દ્વારા ડોમેસ્ટિક સેક્ટરમાં પણ અનેક શહેરો વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં વડોદરાથી બેંગુલુરુ અને વડોદરાથી દિલ્હી ડાયરેક્ટ ફ્લાઇટનો સમાવેશ થાય છે. હજુ પણ એરલાઇન્સ દ્વારા વધુ સુવિધા મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે. 

ટાઈમ ટેબલ
ક્યાંથી ક્યાં? ટેકઓફ - લેન્ડિંગ
• વડોદરા-બેંગુલુરુ ૨૦.૩૫ ૨૨.૩૫
• બેંગુલુરુ-વડોદરા ૬.૩૫ ૮.૦૦
• વડોદરા-દિલ્હી ૧૦.૪૫ ૧૨.૨
• દિલ્હી-વડોદરા ૧૮.૨૫ ૨૦.૦૫
• મુંબઇ-માન્ચેસ્ટર ૨.૩૦ ૭.૫૫
• માન્ચેસ્ટર-મુંબઈ ૯.૩૫ ૦.૪
• પૂણે-સિંગાપોર ૫.૧૦ ૧૩.૧૫
• સિંગાપોર-પૂણે ૨૧.૦૦ ૦.૦૫


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter