ભારતની આર્થિક રાજધાની મુંબઈ શ્રેષ્ઠ તકોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવની દ્રષ્ટિએ મુંબઈ ભારતના ૧૦ ટોચના શહેરો પૈકીનું એક છે અને મુંબઈમાં પ્રોપર્ટીના ભાવમાં ડિસેમ્બર, ૨૦૧૬માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં સારો વધારો નોંધાયો છે. ૫૫ વર્ષથી રિયલ એસ્ટે ક્ષેત્રે સફળતા પૂર્વક કાર્યરત રાજેશ લાઈફસ્પેસીસ મુંબઈમાં આપને માટે રોકાણની ઉમદા તક લઈને આવ્યું છે.
ભારતની જાણીતી રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી મંગલમ એસ્ટેટ કન્સલ્ટન્સીના મયુર મહેતા અને લંડનના સુરેશ પંડ્યા દ્વારા રાજેશ લાઈફસ્પેસીસ સાથે રોકાણની તકો તેમજ રિયલ એસ્ટેટમાં ખરીદીની પ્રક્રિયા વિશેની માહિતી યુકેના ભારતીય સમુદાયને પૂરી પાડવા માટે ખાસ કાર્યક્રમનું રવિવાર તા.૧૩-૮-૧૭થી શનિવાર તા.૧૯-૮-૧૭ દરમિયાન બપોરે ૨થી ૫.૩૦ સુધી વેમ્બલી અરેના સ્ટેડિયમ નજીકની હિલ્ટન હોટલમાં આયોજન કરાયું છે.
રાજેશ લાઈફસ્પેસીસ દ્વારા અત્યાર સુધીમાં અતિઆધુનિક સુવિધાઓથી સજ્જ ૧૦૦ પ્રોપર્ટી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા થયા છે અને તેમાં ૧૨,૦૦૦ જેટલા પરિવારો વસવાટ કરે છે. કંપનીના વાઈસ ચેરમેન શ્રી હરીશ પટેલ જણાવે છે કે કોઈપણ રેસિડેન્શિયલ અથવા કોમર્શિયલ પ્રોજેક્ટ માટે વપરાશકારોની લાઈફસ્ટાઈલને વિસ્તારપૂર્વક સમજવી ખૂબ જરૂરી છે. જે ગ્રાહકો આપના પ્રોજેક્ટમાં રહેવા જવાના છે તેમની જરૂરીયાતો વિષે એક વખત આપને અંદાજ આવી જાય તો તેમની જરૂરીયાતો પૂરી થઈ શકે તેવું પ્લાનિંગ અને ડિઝાઈનીંગ કરવાનું સરળ બની જાય છે.
હાલ રાજેશ લાઈફસ્પેસીસના થાણે, મુલુંડ, મલાડ, SBLR, કાંદિવલી અને પવઈ તેમજ ચેમ્બૂર અને બોરિવલીમાં વધારાના બે સંયુક્ત પ્રોજેક્ટ સહિત આઠ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પરાંવિસ્તારોમાં શ્રેષ્ઠ નિર્માણકાર્યો બાદ મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન હેઠળના નવા વિસ્તારોમાં વિસ્તરણ માટે કંપનીની મહત્વાકાંક્ષી યોજના છે.
ભારતના અને ખાસ કરીને મુંબઈના રિયલ્ટી માર્કેટમાં NRIએ હંમેશા ખૂબ રસ દાખવ્યો છે અને તેમના માટે તે મૂડીરોકાણનો એક સરળ માર્ગ રહ્યો છે. ડોલરની સામે ભારતીય રૂપિયો અંદાજે ૨૦ ટકા નબળો પડતા NRI માટે ભારતના રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની આ શ્રેષ્ઠ તક હોવાથી તેમના તરફથી પ્રોપર્ટી સંબંધિત ઈન્કવાયરીઓમાં ખૂબ વધારો થયો છે. તે ઉપરાંત, બાંધકામને લગતા સુધારા અને સીધા વિદેશી મૂડીરોકાણ (FDI) વ્યવસ્થા જેવા પ્રોત્સાહક પરિબળોને લીધે ભારતના Tier – 1 શહેરો JLL'sના ૨૦૧૬ના દ્વિવાર્ષિક ગ્લોબલ રિયલ એસ્ટેટ ટ્રાન્સપરન્સી ઈન્ડેક્સમાં ૩૬મા સ્થાને પહોંચ્યા છે.
વધુમાં, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (R.E.R.A) અમલી બનવાથી પ્રોપર્ટીને લગતા વ્યવહારમાં ટ્રાન્સપરન્સી આવશે જેનાથી મુંબઈ જેવા રિયલ એસ્ટેટ માર્કેટસમાં ખૂબ વધારે પ્રમાણમાં મૂડીરોકાણ થવાની અપેક્ષા છે.
વધુ માહિતી માટે સંપર્ક: 07404 137 751 અથવા ઇમેઇલ: [email protected] અથવા [email protected] વેબસાઈટ www.rajeshlifespaces.com