લંડનઃ એડિનબરો રેપ ક્રાઇસિસ સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ મૃદુલ વાધવાને રાજીનામુ આપવાની ફરજ પડી છે. સેન્ટર ફક્ત મહિલાઓ માટેના સ્થળોના સંરક્ષણમાં નિષ્ફળ રહ્યું હોવાથી બળાત્કાર પીડિતોને નુકસાન થયું હોવાનું એક સમીક્ષામાં જણાવાયા બાદ ભારતીય મૂળના વાધવાએ રાજીનામુ આપ્યું હતું. મૃદુલ વાધવા એક ટ્રાન્સજેન્ડર મહિલા છે. એક સ્વતંત્ર સમીક્ષામાં આરોપ મૂકાયો હતો કે તેઓ વર્તણુંક અંગેના પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં અને તેમને તેમના હોદ્દાના અધિકારોની જ પુરતી સમજણ નહોતી.
એડિનબરો રેપ ક્રાઇસિસ બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સેન્ટરના નેતૃત્વમાં બદલાવ કરવાનો આ સાચો સમય છે. અમે બળાત્કાર પીડિતોના અવાજને પહેલી પ્રાથમિકતા આપવા માગીએ છીએ. અમે સ્વતંત્ર સમીક્ષા દ્વારા કરાયેલી ભલામણો પ્રમાણે પરિણામ આપવા પ્રતિબદ્ધ છીએ.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, વાધવાના નેતૃત્વમાં સેન્ટર દ્વારા તેની મુખ્ય જવાબદારીઓ પર પુરતું ધ્યાન અપાતું નહોતું. ઇઆરસીસીમાં મહિલાઓ માટેના સંરક્ષિત સ્થળો જ નહોતાં સિવાય કે કોઇ વિશેષ માગ કરાઇ હોય.